તારીખ :૦૩-૦૮-૨ ૦૨૩નાં દિને ખેરગામ ખાતે ધોરણ -૩ નાં ગણિત વિષયનાં શિક્ષકોની તાલીમ યોજાઈ. જેમાં નવસારી ડાયટનાં લેક્ચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ, ખેરગામ સી.આર.સી કો - ઓર્ડીનેટર શ્રીમતી ભાવિકાબેન પટેલ, ખેરગામ તાલુકાની શાળાઓના ધોરણ -૩ નાં શિક્ષકો હાજર રહ્યા હતા. કન્યા શાળા ખેરગામના આચાર્યશ્રી ભરતભાઇ સુથાર દ્વારા ડૉ.પ્રકાશભાઈ પટેલનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ધોરણ -૩ નાં ગણિત વિષયનાં બીજા સત્રની કઠીન અધ્યયન નિષ્પત્તિની ચર્ચા કરવામાં આવી હતી. ગણિત વિષયના તજજ્ઞશ્રી વાડ ઊંચાબેડા પ્રાથમિક શાળા શિક્ષિકા શ્રીમતી હેમલતાબેન તથા તોરણવેરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રાહુલ રાજુ કુંવર દ્વારા પ્રથમ ડેમો આપવામાં આવ્યો ત્યાર બાદ તમામ શિક્ષકોના ગૃપમાં વિભાજિત કરી અધ્યયન નિષ્પત્તિની ફાળવણી બાદ લેશન તૈયાર કરવા જણાવ્યું હતું. તમામ શિક્ષકો એ લેશન સાથે TLM ની તૈયારી સાથે ગૃપ પ્રમાણે ડેમો રજૂ કર્યા હતા.
0 Comments