વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.
તારીખ : ૦૬-૦૯-૨૦૨૩નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના શિક્ષકોની નિગરાની હેઠળ મટકી ફોડનો કાર્યક્રમ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મટકીઓને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ કલાકૃતિથી મટકીઓને શણગારવામાં આવી હતી.
0 Comments